Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાના બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી

Live TV

X
  • આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે. બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે.

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડતા બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર  કર્યા છે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ આ રકમ ફાળવી છે. બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષ અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply