Skip to main content
Settings Settings for Dark

ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ગુજરાત

Live TV

X
  • > ગુજરાતના યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા માટે હવે અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’

    > ઇન્ડસ્ટ્રી 4.0ની ઉભરતી ટેક્નોલોજી અંગેના અભ્યાસક્રમો શીખવા માટે લેબમાં તાલીમ મળશે

    > પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં આ પહેલ મહત્વપૂર્ણ યોગદાન આપશે
     

    કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ઉભરતી ટેકનોલોજી અંગે રાજ્યના યુવાનોને તાલીમ આપવા ઇન્ડસ્ટ્રી 4.0 લેબની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી, કૌશલ્યા યુનિવર્સિટીએ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ આધુનિક આઈ-ફેક્ટરી લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે "ફ્યુચર-રેડી" હ્યુમન રિસોર્સ વિકસિત કરવા માટે નવીન અને આધુનિક અભિગમ અપનાવ્યો છે.આ લેબના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા એનાલિટિક્સ, અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીની તાલીમ મળશે.પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં આ પહેલ મહત્વપૂર્ણ યોગદાન આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
apply