ભાજપ સદસ્યતા અભિયાનમાં MPના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ રહ્યા હાજર
Live TV
-
સુરત પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત સુરત સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, સહીત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. આ પ્રસંગે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત અને મધ્યપ્રદેશ નો ગાઢ સબંધ છે. બંને રાજ્યો એક દોરે બંધાયેલા છે. જે કોઈ કાળે તુટી શકે તેમ નથી. વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદીની સરકારમાં ભારત ચંદ્રમા પર જઈ પહોચ્યું છે. તેમના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવાના માર્ગ પર દોડી રહ્યું છે.
