Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદનાં કારણે કેટલીક ટ્રેનોને કરાઈ રદ, 2 ટ્રેનનાં રૂટ કરાયા ડાયવર્ટ

Live TV

X
  • ભારે વરસાદનાં કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. 2 જેટલી ટ્રેનોના રૂટને ડાયવર્ટ કરાયા છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાનાં કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

    કઈ ટ્રેન કરાઈ રદ 

    1)    ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ રદ
    2)    19576 નાથદ્વારા-ઓખા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ
    3)    ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ
    4)    ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ રદ

    કઈ ટ્રેન આંશિક રીતે રદ:
    1)    27.08.2024 ની ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ ને ભાટિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ રીતે ભાટિયા-ઓખા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    2)    28.08.2024 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ભાટિયા થી ઉપડશે. આ રીતે ઓખા-ભાટીયા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    3)    27.08.2024 ની ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલને ગોરીંઝા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન ગોરીંઝા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    4)    27.08.2024 ની ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    5)    28.08.2024 ની ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ખંભાળિયા થી ઉપડશે. આમ, ઓખા-ખંભાળિયા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    6)    25.08.2024 ની ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસને ગોરીંઝા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન ગોરીંઝા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    7)    27.08.2024 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    8)    27.08.2024 ની ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસને ભીમરાણા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, ભીમરાણા-વેરાવળ વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
    9)    27.08.2024 ની ટ્રેન નંબર 22945 મુંબઈ કેન્ટલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

    કઈ ટ્રેનના રૂટ કરાયા ડાયવર્ટ:

    1)    26.08.2024 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને વાયા ગોધરા-ડાકોર-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.
    2)    28.08.2024 ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ ને વાયા આણંદ-ડાકોર-ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.

    મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી નક્કી કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવી અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવે જેથી કોઈ અસુવિધા ન થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply