મતદાન શરૂ થતાંની સાથે જ મતાધિકારનો ઉપયોગ કરતા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ
Live TV
-
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની ૧૮-ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ૫-ધારાડુંગરીની બેઠક પર આજે વહેલી સવાર થી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. જિલ્લાના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ ખાતે વહેલી સવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
દરેક મતદાર પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી દેશ પ્રત્યેની નૈતિક ફરજ અદા કરે તે માટે મતદારોને મતદાન માટે અપીલ કરતા કહ્યું હતું કે, “લોકતંત્રને ધબકતું રાખવા ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે દરેકે મતદાનની પવિત્ર ફરજ બજાવી સહભાગી થવું જોઈએ. સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે ત્યારે થોડી મીનીટો દેશ માટે કાઢી અવશ્ય મતદાન કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.