મુખ્યમંત્રીએ રૂ.31 કરોડની રકમના ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો શુભારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે “કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ વર્ષ 2021-22” અંતર્ગત અંદાજે રૂ.31 કરોડની રકમના ખાતર- બિયારણ કિટ્સ વિતરણનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાયો.
મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ એમ કુલ-14 જિલ્લામાં આ યોજનાનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઇ વસાવા, GSFCના કાર્યવાહક ચેરમેન અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ. મુરલી ક્રિષ્ણા, જયારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આદિજાતી વિકાસ રાજ્ય મંત્રી રમણભાઇ પાટકર, જિલ્લા કક્ષાએ સાંસદઓ, ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ પ્રાયોજના વહીવટદાર સહિત હોદ્દેદારો અને આદિવાસી લાભાર્થી ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
