Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં નવી કલેકટર કચેરીનું ખાતમુહૂર્ત કરશે

Live TV

X
  • 10,624 ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 21 જાન્યુઆરીના રોજ ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં રૂ.33 કરોડના ખર્ચેથી તૈયાર થનારી નવી કલેકટર કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવી કલેકટર કચેરીના બાંધકામ માટે 17,500 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જેમાં 10,624 ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવશે. નવનિર્મિત કચેરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ચાર માળની રહેશે. વર્તમાન આયોજન પ્રમાણે નવી કલેકટર કચેરીમાં 153 ઓરડાઓ તૈયાર થશે, જેમાં 22 કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી બિલ્ડીગમાં ફાયર સેફટી સુવિધા માટે ફાયર સિસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે બેરીયર ફ્રી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    નવી કલેકટર કચેરીનું બાંધકામ કેવું હશે?

    ગ્રાઉન્ડ ફ્લોર: સિટી મામલતદાર કચેરી, ગ્રામ્ય મામલતદાર કચેરી, સિટી સર્વે કચેરી, હકચોકસી કચેરી, એન.આઈ.સી કચેરી

    પહેલો માળ: પ્રાંત કચેરી, નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી કચેરી, જિલ્લા જમીન દફતર કચેરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ખાણ ખનીજ કચેરી, નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ કચેરી, કોન્ફરન્સ હોલ

    બીજો માળ: કલેકટર કચેરી, વીડિયો કોન્ફરન્સ રૂમ

    ત્રીજો માળ: જિલ્લા પુરવઠા કચેરી, જિલ્લા આયોજન કચેરી, કલેકટર કચેરી રેકર્ડ રૂમ, પ્રાંત કચેરી રેકર્ડ રૂમ, હકચોકસી રેકર્ડ રૂમ

    ચોથો માળ: નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી રેકર્ડ રૂમ, જિલ્લા જમીન દફતર કચેરી રેકર્ડ રૂમ,સીટી સર્વે સુપ્રિ.કચેરી રેકર્ડ રૂમ, સિટી તથા ગ્રામ્ય મામલતદાર કચેરી રેકર્ડ રૂમ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply