Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી

Live TV

X
  • ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જીજ્ઞાસાને વઘુ પ્રબળ બનાવશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટી  એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહ્યું છે. તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ઓતપ્રોત થઇ શકશે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાાનની દૂનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યા છે. 

    અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરીનું આવનારા દિવસોમાં ઉદ્દઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે.

    મુખ્યમંત્રી રૂપાણીએ આ મુલાકાત દરમ્યાન સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં રહેલા કાર્યોની સર્વગ્રાહી જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાયન્સ સીટી માં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી.

    સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવશ્રી હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઇ રહેલ અને પ્રગતિમાં રહેલ મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઈફ સાયન્સ વિભાગ  અંગેની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ  મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન,અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાયન્સ સિટી ના ડાયરેક્ટર એસ.ડી.વોરા અને સાયન્સ સિટીના અઘિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply