Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે કર્યા એમ.ઓ.યૂ.

Live TV

X
 • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રશિયા પ્રવાસના બીજા દિવસે  ઇન્ડિયા રશિયા કો ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઇષ્ટ સેમિનાર દરમ્યાન રશિયાના યાકુટિયા રિજિયન ના ગર્વનર સાથે ગુજરાત ના એમ ઓ યુ કર્યા હતા. આ એમ. ઓ. યુ. અંતર્ગત ગુજરાત રશિયાના આ પ્રાંત વચ્ચે સૉર્સ ઑફ રફ ડાયમન્ડ ક્ષેત્રના વિકાસ અને આપસી સહયોગ સાધવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત ભારતના જીડીપીમાં ૮ % અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૭% તેમજ દેશની કુલ નિકાસમાં ૨૦ %થી વધુ યોગદાન આપે છે. રશિયામાં વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમન્ડ ઉપલબ્ધ છે. ગુજરાતમાં ૮૦ % ડાયમન્ડ પ્રોસેસીંગ થાય છે - ૯૫ % પ્રોસેસ ડાયમન્ડ આખા વિશ્વમાં ભારતમાંથી નિકાસ થાય છે. સુરતમાં સૌથી મોટી ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ ઇન્ડસ્ટ્રી છે. રશિયન ફાર ઇસ્ટ રીજિયન-ગુજરાત ડાયમન્ડ સેકટર સહિતના ક્ષેત્રોમાં જોઇન્ટ ઇન્વેસ્ટમેન્ટ-પ્રોડકશન-પ્રોસેસીંગ-સ્કીલ્ડ લેબર ક્ષેત્રમાં સાથે મળીને કાર્યરત થઇ શકે.
   

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 10-12-2019 Max Temp : °C Min Temp : °C
  • 11-12-2019 Max Temp : °C Min Temp : °C
  • 12-12-2019 Max Temp : °C Min Temp : °C
  • 13-12-2019 Max Temp : °C Min Temp : °C
  • 14-12-2019 Max Temp : °C Min Temp : °C
  • 15-12-2019 Max Temp : °C Min Temp : °C
apply