રત્નકાલકારોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી, 30 માર્ચે હડતાળ પર ઉતરશે
Live TV
-
ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ કહ્યું કે અમારો હડતાળનો કોલ યથાવત છે અને અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર રત્નકલાકારોને મદદ કરવા માટે આગળ આવશે
હીરા ઉધોગમાં કામ કરતા રત્નકલાકારોના પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી 30 માર્ચ 2025ના રોજ હડતાળનો કોલ આપવામાં આવ્યો હતો. દરમ્યાન ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનનું એક ડેલીગેશન મુખ્યમંત્રીને મળ્યું હતું. ત્યારે બે દિવસમાં એક્શન પ્લાન બનાવવાનું કહ્યું હતું પરંતુ 10 દિવસ થયા છતાં કોઈ જાહેરાત કરાઈ નથી. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ કહ્યું કે અમારો હડતાળનો કોલ યથાવત છે અને અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર રત્નકલાકારોને મદદ કરવા માટે આગળ આવશે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવનારી 30 માર્ચ 2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર હડતાલ પાડવા માટે અમે ગત 10 તારીખના રોજ સુરતના કલેક્ટરને જણાવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરે મીટીંગનું આયોજન કર્યું હતું અમે અમારા મુદ્દા, અમારી માંગણીઓ, રત્નકલાકારોને કઈ રીતે મદદરુપ થઈ શકાય, ભાવ વધારાની એક ઉચ્ચસ્તરીય ઉદ્યોગકારોની એક સમિતિ બને તે બાબતે પણ રજૂઆત કરી હતી.
19 તારીખના રોજ લેબર ડેપ્યુટી કમિશ્નર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મુખ્યમંત્રીએ પણ જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મળવા ગયું હતું ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે બે દિવસમાં એક્શન પ્લાન બનાવીશું અને રાત્નકલાકારોને આ મંદીમાંથી બહાર લાવવા સરકાર મદદ માટે આગળ આવશે. ત્યારે આજે 25 તારીખ છે અને સરકારને હજુ પણ વિનંતી કરીએ છીએ આપે કીધું ડતું તેમ રત્નકલાકારોને મદદ કરવામાં આવે, રત્નકલાકારોને આર્થિક પેકેજ, રત્નકલાકાર કલ્યાણ બોર્ડ અને મોંધવારી પ્રમાણે રત્નકલાકારોના ભાવ વધારવામાં આવે, અમને હજુ પણ વિશ્વાસ છે કે સરકાર રત્નકલાકારોને મદદ કરવા માટે આગળ આવશે અને હજુ પણ વિશ્વાસ છે. તો આવનારી 30 તારીખના રોજ અમે હડતાળનો કોલ આપેલો હતો તે ચાલુ જ છે પણ હડતાળ ના પાડવી પડે, રત્નકલાકારોને રોડ પરના આવવું પડે એ બાબતે સરકારે ધ્યાન રાખવું જોઈએ. રત્નકલાકારોની સ્થતિને લઈને અમે પણ ચિંતિત છીએ અને સરકાર પણ ચિંતિત છે ત્યારે પોઝીટીવ વાતાવરણમાં ચર્ચા થાય, પોઝીટીવ રીતે રત્નકલાકારોને મદદ કરવામાં આવે તેવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું.
સુરત શહેરમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના સુરત કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના ડીરાનું જોબવર્ક કરતા 5000 કરતા વધુ કારખાનેદારો કાર્યરત છે. જેમાં 5,00,000થી પણ વધારે રત્નકલાકારો ને રોજગાર પૂરું પાડે છે. વધુમાં ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે છે. ત્યારે ઉપરોકત બાબત ને ધ્યાનમાં રાખી રત્નકલાકાર કલ્યાણ બોર્ડમાં ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એવી અમારી માંગણી છે. જેથી ડીરાનું જોબવર્ક કરતાં કારખાનેદાર ને નડતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે તેમજ જોબવર્ક કરતા કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકે.
આ ઉપરાંત જ્યારે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે મળતી સહાય કે અન્ય કોઈ યોજનાઓ/ લાભ બહાર પાડવામાં આવે ત્યારે જોબવર્ક એસોસીએશન જરૂરી સૂચનો આપી શકે અને તેના આધારે રત્નકલાકારો ને મદદ મળી શકે. વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત જોબવર્ક ડાયમંડ એસોસીએશન સાથે જોડાયેલા મેમ્બરો બહાર થી મજૂરીએ હીરા (કાચો માલ) લાવી રત્ન કલાકારો પાસે કટ અને પોલીરા કરાવી મજુરી રૂપે આવક મેળવીએ છે. ડાયમંડ ઉદ્યોગમાં અંદાજે 80% ફેક્ટરીઓ જોબ વર્ક થી કારખાનેદારો ચલાવે છે. બીજું કે વર્તમાન સમયે જોબ વર્ક કરતાં કારખાનેદારો ની પરિસ્થિતિ એવી છે કે કોઈ ઉદ્યોગપતિ કારખાનેદારો ને હીરા જોબવર્ક માટે આપે ત્યારે જોબવર્કની મજુરી રત્ન કલાકારને ચુકવવતા કારખાનેદારો પાસે પોતના વળતર માટે કઈ વધતું નથી. તેથી રત્નકલાકારો ને યોગ્ય વળતર આપી શકતા નથી. આ પ્રકારનાં નાના મોટા અનેક પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી કરી જોબવર્ક મજુરી ના ભાવ સ્થિર કરવા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં અમને પ્રતિનિધિત્વ આપવામાં આવે એવી અમારી માંગણી છે.