રાજકોટના નાકરાવાડી ગામે KBZ ફૂડ ફેક્ટરીમાં લાગી આગ
Live TV
-
રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા નાકરાવાડી ગામ પાસે આવેલી KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે 5 કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.
નમકીન ફેક્ટરી આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. ખાદ્યતેલનો જથ્થો વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. સ્થળ પર 5 ફાયર ફાયટર અને 50 જેટલા ફાયર વિભાગના જવાનો ખડેપગે છે.
આગ પર કાબુ મેળવવા પાણી સાથે કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ખાદ્યતેલની ટાંકીમાં આગ લાગી જતા આગ વધુ પ્રસરી છે.
આખી ફેક્ટરી આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. ફેક્ટરીમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. આગ કયા કારણોસર લાગી તે તપાસ કરવામાં આવશે.