રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના 704.42 કરોડના વિકાસ કામોનું CM એ કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના 704.42 કરોડના વિકાસ કામોના લોકાર્પણ – ખાતમુર્હુત કર્યું. આ વિકાસ કામોમાં અટલ સરોવર અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગર પાલિકાના 108.47 કરોડના પાંચ પ્રોજેકટ, રૂડાના બલ્ક વોટર સપ્લાય પ્રોજેકટ, સાંટીયા પુલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજનાના ડ્રો સહિતના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટવાસીઓને રૂપિયા 715 કરોડથી વધુ વિકાસ કામોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી રાજકોટ શહેરને લગતા 7 વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાવ્યું હતું. જ્યારે 23 નવા કામોનું ઈ - ભૂમિપૂજન કર્યું. આગામી સમયમાં રાજકોટને અટલ સરોવર તેમજ એમ્યુઝમેન્ટ પાર્કનું નજરાણું મળશે. સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ ટર્સરી પ્લાન્ટના લોકાર્પણથી પ્રોસેસ થયેલા પાણી થકી અટલ સરોવર બારેમાસ પાણીથી ભરાયેલું રહેશે. આમ આ પ્લાન્ટ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બનશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજકોટને વિશ્વ કક્ષાનું શહેર બનાવવાનું સરકારનું આયોજન છે.