Skip to main content
Settings Settings for Dark

રાજ્યની GIDC ઓમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Live TV

X
  • રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય અંગે રાજ્ય સરકારે નવી નીતિ અમલી કરી છે. એની રાજ્ય ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા મંત્રી રાજપૂતે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના "આત્મ નિર્ભર ભારત"ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ "આત્મ નિર્ભર ગુજરાત" થકી "આત્મ-નિર્ભર ભારત"ના નિર્માણનું સપનું સેવ્યું છે. તેને સાકાર કરવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

    તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યાછે.આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. મંત્રીએ ઉમેર્યું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.

    તેમણે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ 50 ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે 3000 ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ 50 ચો.મી.થી વધુ અને 100 ચો.મી. સુધી રુપિયા 3000 વત્તા વધારાના 3000, કુલ બાંધકામ 100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી સુધી રુપિયા 6000 વત્તા વધારાના 6000, કુલ બાંધકામ 200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી સુધી રુપિયા 12000 વત્તા વધારાના 6000, તેમજ કુલ બાંધકામ 300 ચો.મી. થી વધુ માટે રુપિયા 18000 વત્તા વધારાના રુપિયા 150 પ્રતિ ચો.મી 300 ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે. તેમણે ઉમેર્યું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply