Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં ઠેર ઠેર ગઈ રાત્રે હોળી દહન કરવામાં આવ્યું અને આવનારુ વર્ષ સારુ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.

Live TV

X
  • રાજકોટમાં 800થી વધુ જગ્યાએ અલગ અલગ હોળી દહન કરવામાં આવ્યું.શહેરની 140 વર્ષ જૂની પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણની હોળીમાં 10 હજારથી વધુ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવ્યો સાથે કપૂર, ગુગળનું પણ દહન કરાય છે જેના કારણે વાતાવરણમાં શુદ્ધી થાય છે.

    ગીરસોમનાથ જિલ્લાના કોડીનારના દેવળીમાં અનોખી રીતે ઉજવણી થાય છે.હોળી દહન બાદ લોકો અંગારા ઉપર ચાલે છે.આ પરંપરા વર્ષોથી આજે પણ લોકોએ જાળવી રાખી છે.

    રાજકોટમાં 800થી વધુ જગ્યાએ અલગ અલગ હોળી દહન કરવામાં આવ્યું.શહેરની 140 વર્ષ જૂની પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણની હોળીમાં 10 હજારથી વધુ છાણાનો ઉપયોગ કરી હોળી દહન કરવામાં આવ્યો સાથે કપૂર, ગુગળનું પણ દહન કરાય છે જેના કારણે વાતાવરણમાં શુદ્ધી થાય છે.

    દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતે અનેક આદિવાસી વિસ્તારોમાં આદિવાસી પરંપરા મુજબ ઘરે ઘરે ફાગ માગવામાં આવ્યો.અને નાચતા કુદતા આગવી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી.

    પંચમહાલ જિલ્લાના ગોધરામાં હોળીની ઉજવણીમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા.હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો એ સાથે મળી હોળી પ્રગટાવી.બન્ને ધર્મના લોકોએ હોળીની પ્રદક્ષિણ કરી અને દર્શન કર્યા.આ દ્રશ્યએ ભાઈચારાનો સંદેશો આપ્યો.

    ધ્રાગંધ્રાના વ્યાસ ચોરામાં ભગવતી યુવક મંડળ દ્વારા હોળીના ખોડામાં ભક્ત પ્રહેલાદ બેસ્યો હોય તેવી આબેહૂબ પ્રતિકૃતિ બનાવી હોળી પ્રગટાવામાં આવી.દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

    અરવલ્લીના બાયડ, ધનસુરા સહિતના પંથકમાં વિવિધ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી.નાના બાળકોથી લઈને તમામ વર્ગના લોકોએ ઉત્સાહ સાથે ઉજવણી કરી.તો ધાણી, ખજૂર સહિતના સામગ્રી હોળીમાં હોમવામાં આવી હતી.

    ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી.હોળીકા દહન સમયે મોટા અવાજે અપશબ્દો બોલવાની પરંપરા છે.આ રીતે ભગવાન ભેરવનાથને પ્રાર્થના કરી આવનારુ વર્ષ સારુ રહે તેવી કામના કરાય છે.

    છોટાઉદેપુરના નસવાડી સરકાર ફળિયા ચાર રસ્તા પર હોળી દહનની જગ્યાએ બાજુમાં મસ્જિદ આવેલી છે જેના કારણે મુસ્લિમ ભાઈઓ પણ હોંશે હોંશે આ ઉત્સવમાં ભાગ લે છે.જેના કારણે કોમી એખલાસના દૃશ્યો જોવા મળ્યા હતા.

    પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભટ્ટજી મહારાજ અને ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હોળી દહન કરવામાં આવી.જેમાં નવ પરણિત યુગલોએ ખાસ પૂજા અર્ચના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply