Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં મુસાફરી બનશે વધુ સલામત! ST વિભાગે શરૂ કરી 20 નવીન હાઈટેક વોલ્વો બસ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલીઝંડી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  તેઓએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

    આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગર થી સુરત માટે  આઠ બસો, અમદાવાદ નેહરુનગર થી વડોદરા ખાતે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે.

    વધુમાં હર્ષભાઈ સંઘવીએ નવીન  બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે.  બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.            

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, ૨x૨ લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝોસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

    આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અનુપમ આનંદ સહિત એસ.ટી. વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply