રાજ્યભરમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.
Live TV
-
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં મળી રહ્યો છે ઉત્તમ પ્રતિસાદ, લોકો ઘરઆંગણે મેળવી રહ્યા છે યોજનાઓનો લાભ
રાજ્યભરમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. લોકો ઘરઆંગણે સરકારની યોજનાઓથી લાભાન્વિત થઇ રહ્યા છે.
જામનગર જિલ્લાના ઘુંવાવ ગામમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ વિભાગના સ્ટોલની મુલાકાત લીધી હતી.
મોરબી તાલુકાના અણીયારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઇ ગયો.. જેમાં અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. મહેસાણાના ખેરાલુ તાલુકાના મડાલી ગામ ખાતે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો.