રાજ્યમાં આગામી પાંચ દિવસ રહેશે સામાન્ય વરસાદ
Live TV
-
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી છુટોછવાયો વરસાદ રહેશે. હમણાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તો પવનની ગતિ તેજ રહેતા 30 જૂનથી એટલે કે આવતીકાલથી 4 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગને અનુસાર હજુ પણ રાજ્યમાં માઇનસ 8 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આજ બપોર સુધીમાં નવસારીમાં 8 એમએમ, વલસાડમાં 6 એમએમ, અરવલ્લીમાં 5 એમએમ, તો અમદાવાદ અને ભાવનગરમાં એક એમએમ વરસાદ નોંધાયો છે.
