રાજ્યમાં કાળઝાળ ગરમીની અસર યથાવત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની હવામાન વિભાગની આગાહી, 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર
Live TV
-
43 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર, છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યના નાગરિકો કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં અમરેલી 43 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6, ડાંગમાં 40.5, દાહોદમાં 39.4 અને ગાંધીનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લામાં સોમવારથી હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 6-7-8 મે દરમિયાન કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં ગરમીનો પ્રકોપ વધશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું હતું.