વડોદરા: હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 3 લોકોની અટકાયત, મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર
Live TV
-
હરણી પોલીસે 18 લોકો સામે નોંધ્યો ગુનો છે.
વડોદરામાં ગુરુવારે હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો, એક શિક્ષિકા અને મહિલા સુપરવાઈઝર એમ 14 લોકોના મૃત્યુ થયા છે. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે ત્રણ લોકોની અટકાયત કરી છે. હરણી પોલીસે 18 લોકો સામે નોંધ્યો ગુનો છે. મેમર્સ કોટિચા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ તેમની સામે IPC કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ધટના માટે જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે.
વડોદરા જીલ્લા મેજીસ્ટ્રેટ આ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરીને રાજ્ય સરકારને 10 દિવસમાં વિગતવાર અહેવાલ સુપરત કરશે. ગૃહ વિભાગે આદેશ આપ્યો છે કે, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ અન્ય સંબંધિત એજન્સીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાને જરૂરી દસ્તાવેજો અને વિગતો પૂરી પાડવાના રહેશે.
વડોદરા બોટ દુર્ઘટના
વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે ગયા હતા. 4 શિક્ષકો અને 23 વિદ્યાર્થીઓ બોટીંગ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. તે સમયે આ ગોઝારી ઘટના બની હતી. રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી. રેસ્ક્યુ કરવામાં આવેલ અન્ય વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળ પર જઈને સમગ્ર દુર્ઘટનાની પ્રાથમિક માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલ પહોંચીને બાળકોના પરિવારજનોને સાંત્વના આપી હતી.
સહાય આપવામાં આવશે
રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ પણ દુર્ઘના મામલે દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર :વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરીને સ્થાનિક વહીવટ પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવા જણાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.