વડોદરા-હરિદ્વાર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાયા
Live TV
-
પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા - હરિદ્વાર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા તથા ખાસ કરીને ઉનાળાની ઋતુના દરમ્યાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વિશેષ ભાડા પર વડોદરા - હરિદ્વાર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 09101 વડોદરા - હરિદ્વાર સ્પેશ્યલ જે અગાઉ 29 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે,ટ્રેન નંબર 09102 હરિદ્વાર - વડોદરા સ્પેશ્યલ જે અગાઉ 30 માર્ચ, 2025 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29 જૂન, 2025 સુધી લંબાવવામાં આવી છે.