વન્ય પ્રાણી દિવસ નિમિતે ચિત્રસ્પર્ધાનું આયોજન
Live TV
-
ત્રીજી માર્ચે સમગ્ર રાજ્યમાં વન્ય પ્રાણી દિવસ ઉજવાય છે. આ ઉજવણીના ભાગરૂપે સર્વશિક્ષા અભિયાન દિવ દ્વારા દિવ જિલ્લાની તમામ પ્રાથમિક અને મિડલ શાળાના વિદ્યાર્થીઓ માટે ઈકો કલબ અંતર્ગત ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ- 5 અને 6 માટે "વન્ય પ્રાણી અને તેના નિવાસસ્થાન" તથા ધોરણ -7 અને 8 ના બાળકો માટે "વન્ય પ્રાણી જંગલ સાથે " આ બંને વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. ઈકો કલબનો મુખ્ય હેતુ પર્યાવરણ તરફ આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી તેના પ્રશ્નો હલ કરવાનો છે.