વલસાડમાં પેટ્રોલ-ડીઝલ વાહનો છોડી લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા
Live TV
-
પ્રધાનમંત્રી મોદીની અપીલને પગલે વલસાડ જિલ્લામાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચથી બચવા માટે લોકો હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રથમ પસંદગી આપી રહ્યા છે.વલસાડમાં EV વાહનોના આંકડા સમગ્ર વર્ષ દરમિયાન 1979 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું.માત્ર 5 મહિનામાં જ 1355 ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ ચૂકી છે.
મે મહિનામાં એક જ મહિનામાં 374વાહનોનું રજીસ્ટ્રેશન થતાં ખરીદીનો ગ્રાફ સૌથી ઊંચો રહ્યો હતો.રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર 1 ટકા રોડ ટેક્સની મુદ્દત 31 માર્ચ 2027સુધી લંબાવી છે, જ્યારે પેટ્રોલ-ડીઝલ વાહનો પર 6 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.સરકાર દ્વારા જીએસટી અને અન્ય લાભો મળવાથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં આશરે 20 ટકાનો ઘટાડો થયો છે. હાલ બજારમાં રૂ. 50 હજારથી લઈ રૂ. 1.50 લાખ સુધીની કિંમતમાં EV ઉપલબ્ધ છે.આરટીઓ વિભાગના અનુમાન મુજબ, જે રીતે વેચાણમાં ઉછાળો આવી રહ્યો છે તે જોતાં વર્ષના અંત સુધીમાં જિલ્લામાં રેકોર્ડ બ્રેક ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થશે.
