વલસાડ : દાંડી ગામે મતદાન જાગૃતિ અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા મહેંદી સ્પર્ધા યોજાઈ
Live TV
-
લોકશાહીના મહાપર્વમાં મહિલાની ભાગીદારી વધે તે માટે વલસાડ તાલુકાના દાંડી ગામમાં સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહેંદી સ્પર્ધા રાખવામાં આવી હતી. ગામની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન જાગૃતિનો સંદેશ આપતી મહેંદી પાડી મતદાતાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.
સુંદર મહેંદી પાડનાર ૩ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. જેમાં તમન્ના ટંડેલ, મયુરી ટંડેલ, અને અમિષા.પટેલનો સમાવેશ થાય છે.