Skip to main content
Settings Settings for Dark

વિવિધ સ્થળો પર EVM સેન્ટર્સ પરથી EVM મતદાન મથકે મોકલવાની કામગીરી શરુ કરવામાં આવી

Live TV

X
  • આવતીકાલે 7મે ના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે રાજકોટમાં EVM સેન્ટર્સ પરથી EVM,EVM સેન્ટર્સ પરથી EVM મથકે મોકલવાની કામગીરી શરુ કરવામાં આવી છે. રાજકોટમાં કુલ 12 લાખથી વધુ મતદારો 2,036  મતદાન મથકો પરથી મતદાન કરશે. જે માટે 13 હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. અને 3 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

    ગુજરાતની ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મતદાન પહેલા, આજે ગાંધીનગરના સેકટર નંબર, 15 ના સ્ટ્રોંગ રૂમમાં રાખેલ E.V.M. ની વહેંચણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના કુલ 241 મતદાન મથકો પર EVM ની વહેંચણી કરવામાં આવી રહી છે.

    સુરત બેઠક ઉપર તો ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પરંતુ, સુરત જીલ્લામાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભા વિસ્તાર પણ સામેલ હોવાથી સુરત જિલ્લા કલેકટર કચેરીમાં મતદાન પ્રક્રિયાની અંતિમ કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત આજે EVM અને ચૂંટણી સામગ્રીની વહેંચણી કરવામાં આવી રહી છે. વિવિધ બુથ પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇ.વી.એમ. પહોંચશે.

    લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે ત્યારે ચૂંટણી વિભાગ દ્રારા આજ રોજ બુથ પર EVM અને વી.વી.પે.ટ ની વહેંચણી કરવાની કામગીરી શરુ છે. જિલ્લાના બોટાદ 107 વિધાનસભા તેમજ ગઢડા 106 વિધાનસભા બેઠક નો સમાવેશ થાય છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ગરમીને લઇને પણ પુરતી કાળજી રાખવામાં આવી રહી છે.

    આણંદ જિલ્લાના 7 રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી મતદાન મથકો ખાતે EVM વિવીપેટ રવાના કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply