Skip to main content
Settings Settings for Dark

વીર કવિ નર્મદની 191મી જન્મજયંતી શાનભેર મનાવાઈ

Live TV

X
  • "ડગલાં ભરવા માંડો રે..."

    "સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે."

    "જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત" 

    -જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિ‌ત્ય અકાદમી છેલ્લા એક દાયકાથી કવિ નર્મદનો જન્મદિવસ, 24 ઓગસ્ટ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઊજવે છે

    આ દિવસ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં બધે મનાવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કલ્ચરલ એજ્યુકેશનલ ફોરમ દ્વારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે તેમની પ્રતિમા પાસે માલ્યાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

    આજના દિવસે અમદાવાદમાં મન મૂકીને વરસી રહ્યો છે. એવામાં ધોધમાર વરસતા વરસાદમાં પણ, સહુએ નર્મદની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા. તથા નર્મદનું ગીત - "ડગલાં ભરવા માંડો રે..."નું ગાન તથા "વીર કવિ નર્મદ અમર રહો'ના નારા બોલાવવામાં આવ્યા હતા.

    નર્મદના સર્જન વિશે વાત કરીએ તો તેમણે ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથો લખ્યા છે. તો નર્મકવિતના આઠ ભાગ લખ્યા છે અને પોતાની આત્મકથા ‘મારી હકીકત’ પણ લખી છે.

    ગુજરાતી લોકો, ગુજરાતી ભાષામાં કવિરાજ વીર નર્મદના પ્રદાનને યાદ કરે છે અને પોતે ગુજરાતી હોવાનો ગૌરવ અનુભવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply