Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરની કોલેજોમાં મતદાન જાગૃતિ અર્થે સોશિયલ કેમ્પઈન, સિગ્નેચર કેમ્પેઇન 'હું અવશ્ય મતદાન કરીશ' વેગીલું બન્યું

Live TV

X
  • સુરેન્દ્રનગરમાં જુદીજુદી કોલેજોમાં મતદાન જાગૃતિ અર્થે સોશિયલ કેમ્પઈન, સિગ્નેચર કેમ્પેઇન થકી યુવા મતદારોને કરવામાં આવી રહ્યા છે પ્રોત્સાહિત મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ યુવા મતદારો લઈ રહ્યા છે “હું અવશ્ય મતદાન કરીશ” શપથ.

    આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે 09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન તળે ‘સ્વીપ’ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લાની જુદીજુદી કોલેજોમાં જઈ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. 

    62-વઢવાણ વિધાનસભા ખાતે એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યુવા મતદારોમાં ‘મતદાનની નૈતિક ફરજ’નો ભાવ અને જુસ્સો વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાઓને લોકશાહીના આ પર્વે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય મતદારોને જાગૃત કરવા સોશિયલ કેમ્પઈન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોઓએ દેશહિતમાં “હું અવશ્ય મતદાન કરીશ” એમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા.

    તદુપરાંત આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સૌપ્રથમ વાર મતદાન કરનાર યુવતીઓ માટે ખાસ સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની તમામ યુવતીઓએ અવશ્ય મતદાન કરવા “મતદાર પ્રતિજ્ઞા” ગ્રહણ કરી બોર્ડ ઉપર હર્ષભેર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદભાઈ એમ. ઓઝા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ સી. પરમાર, વઢવાણ તાલુકા સ્વીપ નોડલ અધિકારી રેખાબેન પરમાર સહિત મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના શિક્ષકો અન્ય સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply