‘એક પેડ માઁ કે નામ’: રાજકોટ જિલ્લામાં 9મી જૂને છ તાલુકામાં થશે વૃક્ષારોપણ
Live TV
-
પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ 3 .0 ’ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત દરેક તાલુકામાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
9મી જૂને કોટડાસાંગાણી તાલુકામાં ઠાકોર મુળવાજી આર્ટ્સ કોલેજ ખાતે, જસદણમાં માધવીપુર સ્મશાન ખાતે, જામકંડોરણામાં સાજડીયાળી ગ્રામ પંચાયત ખાતે, પડધરીમાં ખજૂરડી-2 સમાજવાડી ખાતે, રાજકોટમાં ગઢકા ગ્રામ પંચાયત ખાતે, લોધિકામાં ખીરસરા આઈ.ટી.આઈ. ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. દરમિયાન આજે ગોંડલ, જસદણ, જામકંડોરણા, પડધરી, લોધિકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સાથે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં જામકંડોરાણા તાલુકા પંચાયતમાં1200 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ અભિયાન દરમિયાન જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જનપ્રતિનિધિઓ તથા નાગરિકોના સહકારથી વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. 21મી જૂન સુધીમાં 64 જેટલા સ્થાન પર આશરે 27 હજાર વૃક્ષોનું વાવતર કરવામાં આવશે. આ સાથે નાગરિકો પણ ઘરે વૃક્ષો ઉછેરી શકે તે માટે છોડનું વિતરણ કરવામાં આવશે.
