Skip to main content
Settings Settings for Dark

09-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં 2136 બુથો પર 1114 વ્હીલચેર, 2372 સ્વયંસેવકો ઉપલબ્ધ રહેશે

Live TV

X
  • આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ મતદાન પ્રક્રિયામાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 'એવરી વોટ કાઉન્ટ્સ'ના ધ્યેય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્ય કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ સહિત તમામ વર્ગના મતદારોની સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દિવ્યાંગ અને વૃધ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર મતદાન માટે અગ્રતા, રેમ્પ તથા સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ બુથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
       
    09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં 2136 બુથો પર 1114 વ્હિલચેર અને 2372 સ્વયંસેવકો સેવા આપશે

    આવતીકાલે મતદાન દિવસે દિવ્યાંગ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સુગમતા રહે અને  શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાન મથક પર વ્હિલચેર, ઘરેથી પિક અપ વાહન તથા સ્વયંસેવકોની સુવિધા કરવામાં આવી છે. જે અંતર્ગત 39-વિરમગામ વિધાનસભા મત વિસ્તારના 336 બુથો પર 224 વ્હિલચેર અને 264 સ્વયંસેવકો, 59-ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં 283 બુથો પર 170 વ્હિલચેર અને 170 સ્વયંસેવકો, 60-દસાડા વિધાનસભા મત વિસ્તારમાં 294 બુથો પર 144 વ્હિલચેર અને 294 સ્વયંસેવકો, 61-લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં 319 બુથો પર 180 વ્હિલચેર અને 443 સ્વયંસેવકો, 62-વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં 281 બુથો પર122 વ્હિલચેર અને 395 સ્વયંસેવકો, 63-ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં 298 બુથો પર 183 વ્હિલચેર અને 429 સ્વયંસેવકો, 64-ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં 325 બુથો પર 91 વ્હિલચેર અને 377 સ્વયંસેવકો એમ મળી કુલ 09-સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં 2136 બુથો પર 1114 વ્હિલચેર અને 2372 સ્વયંસેવકો સેવા આપશે.

    દિવ્યાંગ (મુક-બધીર) મતદાર સરળતાથી મતદાન કરી શકે તે હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની વ્યવસ્થા

    લોકસભા સામાન્ય ચૂંટણી-2024 વધુમાં વધુ મતદાન થાય અને દિવ્યાંગ (મુક-બધીર) મતદાર સરળતાથી મતદાન કરી શકે તેમજ તેઓને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ (મુક-બધીર) મતદારોને ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા)ના જાણકાર તજજ્ઞ મહંમદ નહીમ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જેઓનો સંપર્ક નંબર 8487057005 છે. આથી  દિવ્યાંગ (મુક-બધીર) મતદારોની ચૂંટણીલક્ષી મદદની જરૂર હોય તો ઉપર જણાવેલ નંબર પર ફોન વિડીયોકોલ દ્વારા માહિતી મેળવી શકાશે. દિવ્યાંગ વ્યક્તિઓને મતદાન કરવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે બ્રેઇલ લિપિમાં વોટર ગાઈડ, વોટર સ્લીપ અને બેલેટ પેપરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply