1600 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રી સમયે માતાના મઢને બંધ કરવાનો નિર્ણય
Live TV
-
કચ્છમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પ્રખ્યાત એવા માતાના મઢને 1600 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રી સમયે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે કારણ કે, તહેવારોના સમયે વધારે ભીડ થતા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થાય છે. બીજી તરફ પાટણ જીલ્લાના વરાણામાં આવેલા પ્રખ્યાત ખોડિયાર માતાના મંદિરને આગામી 9 મી ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. આ મંદિર આજથી 9 ઓકટોબર સુધી બંધ રહેશે તો મંદિર પરિસર વિસ્તારમાં આવેલ લારી-ગલ્લા, પ્રસાદની દુકાનો વગેરે માટે પણ નિયમો લાગુ કરાયા છે. આ દુકાનોને સવારે સાત થી દસ અને પાંચ થી સાત સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી અપાઇ છે.