Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ અસ્થમા દિવસ, બાળકોમાં વધી રહ્યો છે દમનો રોગ 

Live TV

X
  • આજે વિશ્વ અસ્થમા દિવસ છે. જરૂરી છે ,કે, દમ ના રોગ ના લક્ષણો ની ઓળખ ,ઝડપી થઈ જાય, જેથી યોગ્ય સમયે ,સારવાર ના ઉપાય શરૂ કરી શકાય. વિશ્વભરમાં દમના રોગની જાણકારી આપી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    દમ એ ફેફસાની બિમારી છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોઈ વિશેષ સંવેદનશીલ તત્વ ના સંપર્ક માં આવવાથી વ્યક્તિની શ્વાસ નળીમાં સોજો આવે છે, જેના કારણે શ્વસન માર્ગ સંકોચાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 

    આજે વિશ્વ અસ્થમા દિવસ છે. અસ્થમા એ એક શ્વાસને લગતી બિમારી છે, જેમાં દર્દીઓને શ્વાસ માર્ગમાં સોજો આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, જે સમય ની સાથે ઓછી-વધારે થાય છે. અસ્થમાના દર્દીઓના 60 ટકા થી વધારે પુરૂષો હોય છે અને દર વર્ષે હવે બાળકોમાં અસ્થમાના કિસ્સામાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાનું ડોક્ટર કમલ વ્યાસે જણાવ્યું હતું. 

    અસ્થમા એ એક લાંબા સમય સુધી રહેતી બિમારી છે પણ યોગ્ય સારવાર અને કાળજી રાખવાથી નિયંત્રિત કરી શકાય છે. અસ્થમાનાં મુખ્ય કારણોમાં, વાયુ પ્રદૂષણને લઈને એર પાર્ટિકુલેટ મેટર્સ, ધુમ્રપાન અને બાળપણમાં યોગ્ય સારવારના અભાવે મોટા ભાગે અસ્થમાની બિમારીનાં મુખ્ય કારણ હોવાનું જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply