HIVથી રક્ષણ આપતી દવાનું સફળ ક્લિનિકલ ટ્રાયલ
Live TV
-
HIVથી રક્ષણ આપતી દવાનું સફળ ક્લિનિકલ ટ્રાયલ
HIV સામે ઝઝુમતા લોકો માટે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. HIV સામે રક્ષણ આપનાર દવાનું ક્લિનિકલ ટ્રાયલ સંપૂર્ણપણે સફળ રહ્યું છે અને આ સાથે HIV ના ચોક્કસ ઈલાજની આશા જીવંત થઈ છે. આ દવાનું નામ લેનાકાપાવીર છે. આ દવાનું ટ્રાયલ યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન મહિલાઓને વર્ષમાં બે વાર નવી એન્ટિવાયરલ દવાનું ઇન્જેક્શન આપીને HIV સામે સંપૂર્ણ રક્ષણ મળ્યું છે.
લેનકાપાવીર વિકસાવનાર કંપની ગિલિયડ દ્વારા આ તારણોની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, ડેટાની પીઅર સમીક્ષા હજુ સુધી કરવામાં આવી નથી. ગિલિયડે જણાવ્યું હતું કે તે ઓછી આવક ધરાવતા દેશોમાં શક્ય તેટલી વહેલી તકે દવા લેનાકાપાવીરને પોસાય તેવા ભાવે મોટી માત્રામાં ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. તો દક્ષિણ આફ્રિકાના પ્રમુખ યવેટ રાફેલે કહ્યું કે આ અત્યાર સુધીના સૌથી સારા સમાચાર છે.