Skip to main content
Settings Settings for Dark

India Fights COVID19 | Largest Vaccination Drive | Rain | Morning News | 25-06-2021

Live TV

X
Gujarati

1....પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે યોજી બેઠક...કહ્યું,  લોકતંત્રના પાયાને મજબૂત કરવા તમામે એકજુટ થઇને કરવું પડશે કામ...વિધાનસભાની ચૂંટણી અંગે માગ્યો તમામનો સાથ સહકાર...તમામ વર્ગ અને વિસ્તારના પ્રતિનિધિત્વ માટે સિમાંકનની પ્રક્રિયાને ઝડપથી પૂરી કરવા પર મૂક્યો ભાર...તમામ પક્ષના નેતાઓએ દર્શાવી સહમતિ..

2...રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિશેષ ટ્રેન મારફતે દિલ્હીથી કાનપુર અને લખનઉ માટે થશે રવાના....3 દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ....15 વર્ષ બાદ કોઇ રાષ્ટ્રપતિની પહેલી ટ્રેન યાત્રા...2006માં એ.પી.જે અબ્દુલ કલામે કરી હતી ચદીગઢ અને દહેરાદુનની યાત્રા...

3...કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે CBSEના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા... પરીક્ષાઓના મૂલ્યાંક સાથે જોડાયેલી ચિંતાઓ અને પ્રશ્નો અંગે કરશે સંવાદ... ટ્વિટર અને ફેસબૂકના માધ્યમથી વિદ્યાર્થીઓ પૂછી શકશે સવાલો....

4...કોરોના સામેની જંગમાં દેશમાં ઝડપથી ચાલી રહી છે રસીકરણની પ્રક્રિયા..અત્યાર સુધી 30 કરોડ 72 લાખથી વધુને અપાઇ વેક્સિન...24 કલાકમાં 54 લાખથી વધુનું વેક્સિનેશન.... કોરોના સંક્રમણ પણ આવી રહ્યું છે કાબૂમાં.......સક્રિય કેસ ઘટીને થયા 6 લાખ 27 હજાર..રિકવરી દર વધીને પહોંચ્યો  96 ટકાને પાર.....

5.. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો... ગુરૂવારે 24 કલાકમાં નોંધાયા 129 કેસ....જ્યારે 507 દર્દીઓ થયા સ્વસ્થ... 2 દર્દીના મૃત્યુ... રિકવરી રેટ પહોંચ્યો  98.24 ટકા પર.... 24 કલાકમાં 4 લાખ 44 હજારથી વધુનું રસીકરણ....

6..રાજ્યના 8 મહાનગર સહિત 18 શહેરમાં રાત્રિ કફર્યૂમાં અપાઇ એક કલાકની રાહત....રાત્રે 10 વાગ્યા બાદ રાત્રિ કફર્યૂનો થશે અમલ......રેસ્ટોરંટ અને હોટલ રાત્રે નવ વાગ્યા સુધી 60 ટકા ક્ષમતા સાથે રાખી શકાશે ખુલ્લા.....50 ટકા ક્ષમતા સાથે સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્ષ કરી શકાશે શરૂ....એસટી બસોને 75 ટકા ક્ષમતા સાથે દોડવાની અપાઇ મંજૂરી...18 શહેરોના ધંધાર્થીઓ માટે 30 જૂન સુધી વેક્સીન લેવી ફરજિયાત...

7.. રાજ્યના 52 તાલુકામાં વરસાદી માહોલ....10 તાલુકામાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ...સૌથી વધુ સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ, ડાંગમાં ત્રણ ઈંચ, તો ભાવનગરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ....હવામાન વિભાગના મતે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..

8...ક્રુએશિયામાં ચાલતા ISSF શૂટિંગ વિશ્વકપમાં ભારતને મળ્યો પહેલો મેડલ. સૌરભ ચૌધરીએ 10 મીટર એયર પિસ્ટલમાં જીત્યો કાંસ્ય પદક....19 વર્ષીય સૌરભ ચૌધરીએ ક્વોલિફાઇિંગ રાઉન્ડમાં 581નો સ્કોર બનાવ્યા બાદ ફાઇનલમાં 220નો સ્કોર બનાવી જીત્યો પુરસ્કાર...

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply