Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે મધ્ય પૂર્વમાં યુદ્ધને રોકવા માટે કરશે ચર્ચા

Live TV

X
  • યુએસ વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કર્યો

    તાજેતરમાં જ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું હતું. જે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રવિવારે કહ્યું કે તેઓ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરશે. તે માને છે કે મધ્ય પૂર્વમાં સંપૂર્ણ પાયે યુદ્ધ ટાળવું જોઈએ. બાયડેને વોશિંગ્ટન માટે એરફોર્સ વન પ્લેનમાં સવાર થતાં આ વાત કહી હતી. આ થવું જ જોઈએ. અને આપણે ખરેખર આને રોકવું પડશે.

    યુએસ વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કર્યો

    અમેપરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રવિવારે લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતાં. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે તેઓ નેતન્યાહુ સાથે ક્યારે વાત કરશે. ઈઝરાયેલે ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ ઉપર અનેક હુમલા કર્યા છે અને આવા એક હુમલામાં તેના પ્રમુખ હસન નસરાલ્લાહ પણ માર્યા ગયા છે. અમેરિકા નસરાલ્લાહના મોતને હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માને છે. તેજ સમયે યુએસ વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. 

    ઈઝરાયેલની સેનાએ હુથીઓ પર પણ હુમલો કર્યો છે

    જોકે હસન નરસલ્લાહના મોત બાદ હવે ઈઝરાયેલની સેનાએ હુથીઓ પર પણ હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ હવે તેના મોટા દુશ્મનો પર એક પછી એક હુમલો કરી રહ્યું છે. તે હિઝબોલ્લાહ, હમાસ અને હવે યમનના હુથી બળવાખોરો સામે એક સાથે લડી રહ્યું છે. ઈઝરાયેલે યમનમાં હુથી વિદ્રોહીઓના ઠેકાણાઓ પર મોટો હવાઈ હુમલો પણ કર્યો છે. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ પરના તાજેતરના હુમલાઓના જવાબમાં અનેક વિમાનોએ યમનમાં હુતી સ્થાનો પર હુમલો કર્યો હતો. સેનાએ યમનના હોદેદા શહેરમાં પાવર પ્લાન્ટ અને દરિયાઈ બંદરોને નિશાન બનાવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply