Skip to main content
Settings Settings for Dark

અમેરિકા: બાલ્ટીમોરમાં જહાજની ટક્કરને કારણે પુલ તૂટી પડ્યો, તમામ 22 ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત

Live TV

X
  • અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં પટાપ્સકો નદી પર બનેલો ઐતિહાસિક ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ મંગળવારે સવારે લગભગ 1.30 વાગ્યે સિંગાપોરના ધ્વજવાળા માલવાહક જહાજ 'ડાલી' સાથે અથડાયા બાદ તૂટી પડ્યો હતો.

    અકસ્માત પહેલા જહાજના ક્રૂ મેમ્બરોએ મદદ માટે અપીલ કરી હતી. અકસ્માત બાદ અનેક લોકો અને કાર પુલ પરથી નદીમાં પડી ગયા હતા. બચાવકર્મીઓએ નદીમાંથી બે લોકોને બચાવ્યા. બચાવકર્મીઓ હજુ છ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.

    આ જહાજના તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય છે અને તમામ સુરક્ષિત છે. મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે કાર્ગો જહાજના ડ્રાઈવરે અકસ્માત પહેલા મદદ માટે વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે ઇલેક્ટ્રિકલ સમસ્યાને કારણે જહાજ પુલના થાંભલા સાથે અથડાયું અને પુલ ધરાશાયી થયો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
apply