Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ પેંગ્વિન દિવસ, પેંગ્વિનનું આયુષ્ય 15થી 20 વર્ષનું હોય છે

Live TV

X
  • આજે વિશ્વ પેંગ્વિન દિવસ, પેંગ્વિનનું આયુષ્ય 15થી 20 વર્ષનું હોય છે

    આ વિશિષ્ટ કાળા અને સફેદ પક્ષીઓ જળચર જીવન માટે ખૂબ જ અનુકૂળ છે, તેમની પાંખો ફ્લિપર્સમાં વિકસિત થઈ છે, તેઓ લગભગ 200 મીટર ઊંડી ડૂબકી મારે છે, સમ્રાટ પેંન્ગ્વિન  500 મીટરની ઊંડાઈ સુધી પહોંચે શકે છે. તેમના ચળકતા પીંછા તેમને ગરમી આપવામાં મદદ કરી છે જે લાંબા સમય સુધી તરતા મદદ મળે છે. પ્રાચીન સમયમાં પેંગ્વિનની વિશાળ પ્રજાતિઓ પણ હતી જે લગભગ 2 મીટર ઉંચી અને 80 કિલો વજન ધરાવતી હતી. પેંગ્વિનમાં એડેલી પ્રજાતિ સૌથી વધુ જાણીતી છે.  એમ્પરર પેંગવિન સૌથી મોટી પ્રજાતિ છે. પેંગ્વિન 15 મીલ પ્રતિકલાકની ઝડપે તરી શકે છે. આયુષ્ય 15થી 20 વર્ષનું હોય છે.

    આ પેંગ્વિન એન્ટાર્કટિકાથી લઈને ગાલાપાગોસ ટાપુઓ સુધીના સમગ્ર દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. પેંગ્વિન ટોબોગનિંગના સ્થળનો આનંદ માણવા માટે પણ જાણીતા છે.  પેંગ્વિનની એક પ્રજાતિ છે જે એન્ટાર્કટિકામાં છે. એડીલી પેન્ગ્વિન શિયાળાના મહિનાઓમાં જ્યારે દરિયાઈ બરફ વિસ્તરે છે અને પછી ઉનાળા દરમિયાન, તેમના માળાઓ બાંધવા એન્ટાર્કટિકાના દરિયાકિનારા પર પાછા ફરે છે ત્યારે ખોરાકની વધુ સારી પહોંચ મેળવવા માટે ઉત્તર તરફ સ્થળાંતર કરે છે.

    પેંન્ગ્વિનની વાર્ષિક ઉજવણી રોસ આઇલેન્ડ પરના અમેરિકન સંશોધન કેન્દ્ર મેકમર્ડો સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. સંશોધકોએ નોંધ્યું કે એડીલી પેંગ્વીન દર વર્ષે આ દિવસની આસપાસ તેમનું સ્થળાંતર શરૂ કરે છે. આ જીવો પ્રત્યે જાગૃતિ લાવવાના માર્ગ તરીકે વિશ્વ પેંગ્વિન દિવસની સ્થાપના કરી. હાલનાં સમયમાં 17થી વધુ પ્રજાતિઓ છે. પેંગ્વિન તેમના જીવનનો 3 ચતુર્થાંશ ભાગ દરિયામાં વિતાવે છે. પગ્વિન ખોરાક માટે મહાસાગરો પર નિર્ભર હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply