Skip to main content
Settings Settings for Dark

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારત-જાપાન સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાજાપાનની મુલાકાતે પહોંચ્યા

Live TV

X
  • ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનમાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે, યુક્ત સુરક્ષા દળના ચીફ ઑફ સ્ટાફ જનરલ યોશિદા યોશિહિદ સાથે પણ મુલાકાત કરશે

    ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 14 થી 17 ઓક્ટોબર 2024 દરમિયાન જાપાન જવા રવાના થયા છે. આજે (સોમવાર) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જાપાનમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ સાથે વાતચીત કરશે અને બાદમાં ભારતીય દૂતાવાસ, ટોક્યો ખાતે ભારત-જાપાન સંબંધો પર ચર્ચા કરશે.

    15 ઓક્ટોબરે COAS જાપાનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે. સંયુક્ત સુરક્ષા દળના ચીફ ઑફ સ્ટાફ જનરલ યોશિદા યોશિહિદે, જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JGSDF)ના ચીફ ઑફ સ્ટાફ જનરલ મોરિશિતા યાસુનોરી અને એક્વિઝિશન, ટેક્નૉલૉજી અને લોજિસ્ટિક્સ એજન્સીના કમિશનર ઈશિકાવા તાકેશી સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ ચર્ચાનો ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે મજબૂત સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ સંરક્ષણ મંત્રાલય, ઇચિગયા ખાતેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને JGSDF દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, તેઓ JGSDFના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝની પણ મુલાકાત લેશે.

    16 ઓક્ટોબર 2024ના રોજ, COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોરિશિતા યાસુરી સાથે ફુજી સ્કૂલની મુલાકાત લેશે. COAને શાળામાં બ્રિફિંગ આપવામાં આવશે અને તે એક સાધન અને સુવિધા પ્રદર્શનની પણ મુલાકાત લેશે.

    17 ઓક્ટોબરે, COAS હિરોશિમાની મુલાકાત લેશે, જ્યાં તેઓ હિરોશિમા પીસ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. જનરલ દ્વિવેદીની મુલાકાતનો હેતુ ભારત અને જાપાનની સેનાઓ વચ્ચે સૈન્ય સહયોગને મજબૂત કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply