Skip to main content
Settings Settings for Dark

કુલભૂષણ જાધવ મામલે 17 જુલાઈએ ચૂકાદો આપશે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય

Live TV

X
  • પાકિસ્તાનની જેલમાં બંધ જાધવને પાકની અદાલતે સંભળાવી હતી સજા

    હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે જણાવ્યું છે કે તે ભારતીય નાગરિક કૂલભૂષણ જાધવ સામે સંબંધીત મામલામાં 17 જૂલાઈએ પોતાનો ચુકાદો સંભળાવશે. આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યું છે કે, 17 જૂલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે સાડા છ કલાકે સાર્વજનિક બેઠક યોજાશે અને આ દરમિયાન અદાલતના મુખ્ય ન્યાયધીશ અબ્દુલ કાવિ અહેમદ યુસૂફ ચુકાદો વાંચી સંભળાવશે.

    ઉલ્લેખનીય છે કે, ભારતીય નૌસેનાના નિવૃત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં 2017માં મોતની સજા સંભળાવી હતી. ત્યાર બાદ ભારતે જાધવ મામલે પાકિસ્તાન વિરૂદ્ધ 2017માં આઈસીજેની મદદ લીધી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે ફેબ્રુઆરીમાં 4 દિવસની સુનાવણી કરી હતી જેમાં ભારત અને પાકિસ્તાન બંનેએ પોત પોતાની દલિલો રાખી હતી. ભારતે કહ્યું છે કે, પાકિસ્તાની સૈન્ય અદાલતનો નિર્ણય હાસ્યાસ્પદ સુનાવણી પર આધારીત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply