Skip to main content
Settings Settings for Dark

કોરોનાની ચિંતા વધી, અમેરિકામાં વર્ષમાં એકવાર કોવિડ શોટ લાગુ કરવાનો પ્રસ્તાવ જારી કર્યો

Live TV

X
  • ચીન બાદ અમેરિકામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને જોતા અમેરિકન આરોગ્ય અધિકારીઓએ કોવિડ-19 રસીકરણ વાર્ષિક ફ્લૂ શૉટની જેમ કરવા માંગે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 23 જાન્યુઆરીએ પુખ્ત વયના લોકો અને બાળકોને કોરોના વાયરસથી બચાવવા માટે વર્ષમાં એકવાર કોવિડ શોટ્સ લાગુ કરવાનો પ્રસ્તાવ જારી કર્યો છે.  યુ.એસ.ની 80 ટકા વસ્તીએ ઓછામાં ઓછી એક રસીનો ડોઝ મેળવ્યો છે. પ્રસ્તાવ સંદર્ભે FDA 26 જાન્યુઆરીએ રસીના નિષ્ણાતો સાથે બેઠક કરશે. મહત્વનું છે કે એફડીએના વૈજ્ઞાનિકો માને છે કે રસીએ હવે અમેરિકનોમાં પૂરતી રોગપ્રતિકારક શક્તિ બનાવી છે. વૃદ્ધો અને બાળકોની સલામતી માટે, વાર્ષિક ફ્લૂ શૉટની જેમ, COVID-19 રસીકરણની જરૂર પડી શકે છે. નવા કોરોના શોટ્સનું ઉત્પાદન અને લોન્ચિંગ કરવામાં આવે તે પહેલાં ઉનાળાના પ્રારંભ સુધીમાં FDA ની દરખાસ્ત હેઠળ એજન્સી, સ્વતંત્ર નિષ્ણાતો અને ઉત્પાદકો રિપોર્ટ તૈયાર કરી વાર્ષિક ફ્લૂ શૉટની લક્ષ્ય સિદ્ધિ તરફ આગળ વધશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply