Skip to main content
Settings Settings for Dark

ગાઝામાં કરવામાં આવેલા ઈઝરાયેલના સતત બે હુમલામાં 40 પેલેસ્ટાઈનનું થયું મૃત્યુ

Live TV

X
  • વેસ્ટ બેંકમાં ઈઝરાયેલની સેનાએ જેનિનમાં બે લોકોની ધરપકડ કરી

    ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી દળો દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા 40 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. હમાસ દ્વારા સંચાલિત મીડિયા ઓફિસે એક નિવેદનમાં આ વાત કહી છે. આજરોજ મધ્ય ગાઝામાં નુસરત શરણાર્થી શિબિરમાં યુએન-સંલગ્ન અલ-રાઝી સ્કૂલ પર થયેલા હુમલામાં 23 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 73 ઘાયલ થયા, તેવુ હમાસના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

    બીજા હુમલામાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 26 અન્ય ઘાયલ

    તો ઇઝરાયેલના હવાઈ હુમલા પહેલા કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. હુમલામાં શાળા આંશિક રીતે નાશ પામી હતી. દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં બીજા હુમલામાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 26 અન્ય ઘાયલ થયા છે. જોકે અહીં સેંકડો વિસ્થાપિત પરિવારો તંબુઓમાં રહે છે. ઇઝરાયેલ એરફોર્સ (IAF) એ નુસરેટ વિસ્તારમાં UNRWA શાળામાં રહેતા સક્રિય આતંકવાદીઓ પર ત્રાટક્યું હતું, ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

    વેસ્ટ બેંકમાં ઈઝરાયેલની સેનાએ જેનિનમાં બે લોકોની ધરપકડ કરી

    તેમાં કહેવામાં આવ્યું છે કે IAF એ પશ્ચિમ ખાન યુનિસમાં ઇસ્લામિક જેહાદના નૌકા એકમના કંપની કમાન્ડર પર પણ હુમલો કર્યો હતો. બીજી તરફ વેસ્ટ બેંકમાં ઈઝરાયેલની સેનાએ જેનિનમાં બે લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયા દ્વારા પ્રકાશિત ફૂટેજમાં પેલેસ્ટિનિયન લાયસન્સ પ્લેટો સાથે એક ઇઝરાયેલી લશ્કરી ટ્રક શહેરમાં પ્રવેશતા એક ડઝનથી વધુ સૈનિકો દર્શાવે છે. આ પછી, ઇઝરાયેલી સેનાએ જેનિનના તલાત અલ-દાબસ વિસ્તારમાં દરોડા પાડ્યા અને આ લોકોની તેમના ઘરેથી ધરપકડ કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply