ચીનમાં કોરોનાના કેસ વધતા WHOએ ચિંતા વ્યક્ત કરી, ચીનને સંબંધિત ડેટા જાહેર કરવા અનુરોધ કર્યો
Live TV
-
ચીનમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
ચીનમાં કોરોનાના વધી રહેલા આંકડાને જોતાં વિશ્વભરની ચિંતા વધી છે. WHO એ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે આ સંસ્થાના મહાનિદેશક ટેડ્રોસ ગેબ્રિયેસિસે આ મહામારીની ઉત્પત્તિને સમજવા માટે સંબંધિત ડેટા જાહેર કરવા ચીનને અનુરોધ કર્યો છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જાપાનમાં પણ દૈનિક કેસમાં વધારો થયો છે. સામાન્ય રીતે ભારતમાં એવો ટ્રેન્ડ રહ્યો છે કે, કોરોના ચીન, કોરિયા, જાપાન, યુરોપ, અમેરિકા, બ્રાઝિલ અને ત્યારબાદ દક્ષિણ એશિયામાં આવે છે.. ત્યારબાદ 20 થી 35 દિવસની વચ્ચે ભારતમાં, કોરોનાના કેસ નોંધાય છે. આ ટ્રેન્ડ ધ્યાનમાં રાખી ભારત સરકાર સતર્ક બની છે અને એરપોર્ટ પર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ એરલાઈન રેન્ડમ રીતે 2 ટકા પ્રવાસીઓની ઓળખ કરશે. જ્યારે IDSP નેટવર્ક તેની દેખરેખ રાખશે. મહત્વનું છે કે, છેલ્લા 8 મહિનામાં ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેટ માત્ર 0.14 ટકા છે. દેશમાં 4 કેન્દ્રશાસિત પ્રદેશ અને 8 રાજ્યો તો એવા છે, જ્યાં કોરોનાનો એક પણ સક્રિય કેસ નથી.
