ચીનમાં કોરોનાને કારણે લગાવેલ લોકડાઉન સામે લોકોનો વિરોધ પ્રદર્શન
Live TV
-
કોવિડના કારણે વૃધ્ધો સહિત ઘણા સંવેદનશીલ લોકો પર જીવનું જોખમ ટાળવા માટે લગાવાયું લોકડાઉન
ચીનમાં કોરોનાને કારણે લગાવેલ લોકડાઉન અને સખ્ત પ્રતિબંધ સામે લોકો વિરોધ કરી રહ્યા છે. જેમાં લોકો દ્વારા બેઈજિંગ અને સાંઘાઈ સહીત ઘણા શહેરોમા વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગની 'ઝીરો કોરોના પોલિસી'ના વિરોધમાં ઘણા પ્રદર્શનકારી બેઈજિંગમાં એકત્રિત થયા છે. જયારે સાંઘાઈમાં સરકાર વિરોધી નારા લગાવી લોકડાઉન પૂરું કરવાની માંગ કરવામાં આવી હતી.
શા માટે ચીન 'ઝીરો કોવિડ' માટે કામ કરી રહ્યું છે?
ચાઇના એક નીતિનું પાલન કરી રહ્યું છે, જે તેને "ડાયનેમિક ઝીરો" કહે છે - કોરોનાને નાબૂદ કરવા માટે જ્યાં પણ કોવિડના વધુ પ્રમાણમાં કેસ આવે ત્યાં પગલાં લઈ રહ્યું છે. ઘણા શહેરોમાં ચીન સરકાર દ્વારા સખત લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ વિષય પર સરકારનું કેહવું છે કે કોવિડના કારણે વૃધ્ધો સહિત ઘણા સંવેદનશીલ લોકો પર જીવનું જોખમ રહેલું છે. આ જોખમને ટાળવા લોકડાઉન લાદવામાં આવ્યું છે.
આ કારણથી યુ.એસ.માં 3,000 પ્રતિ મિલિયન અને યુકેમાં 2,400 પ્રતિ મિલિયનની સરખામણીમાં ચીનમાં દર મિલિયનમાં માત્ર 3 કોવિડ મૃત્યુ થયા છે.
/cloudfront-us-east-2.images.arcpublishing.com/reuters/JFCNIAAFERPJFD3HCJJQ25YBRU.jpg)
/cloudfront-us-east-2.images.arcpublishing.com/reuters/AVX6K6FR5RP3LOW7465VXMKNPM.jpg)
/cloudfront-us-east-2.images.arcpublishing.com/reuters/5FNYKJ5JMFNOVJHD6CTAWR62VU.jpg)
/cloudfront-us-east-2.images.arcpublishing.com/reuters/YWJGD6RCFVMXZAAPYWRMTEVF5Y.jpg)
