ચેક ગણરાજ્યની રાજધાની પ્રાંગમાં આવેલા ચાર્લસ યુનિવર્સિટીમાં ભીષણ ગોળીબાર, 15 લોકોના મોત
Live TV
-
ગુરુવારે યુરોપિયન દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ભીષણ ગોળીબારમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચેક પોલીસે જણાવ્યું કે બંદૂકધારીએ ચાર્લ્સ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો.
વિદ્યાર્થી તરીકે ઓળખાતા હુમલાખોરને પોલીસે માર્યો હતો. ચેક રિપબ્લિક ટેલિવિઝનને ચેક ઇન્ટિરિયર મિનિસ્ટર વિટ રાકુસને જણાવ્યું હતું કે શૂટર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો અને અન્ય કોઈ શૂટર નહોતા. તેમણે કહ્યું કે જનતા માટે વધુ કોઈ ખતરો નથી, પરંતુ લોકોને પોલીસને સહકાર આપવા વિનંતી કરી.
ચેક પોલીસે વધુમાં જણાવ્યું હતું કે જાન પલાચ સ્ક્વેર નજીક ગોળીબાર બાદ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. માહિતી આપતાં પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું હતું કે, ચેક પોલીસે જણાવ્યું કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોસ્ટમાં નજીકના લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી. પલાચ સ્ક્વેર પરના કોન્સર્ટ હોલ, રૂડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પેટ્ર નેડોમાએ ચેક ટીવીને જણાવ્યું કે તેણે શૂટરને જોયો છે. જેના હાથમાં ઓટોમેટિક હથિયાર હતું. તે ફાયરિંગ કરી રહ્યો હતો.