ડૉ.એસ.જયશંકરએ ઇન્ડિયા ગ્લોબલ ફોરમ 2022નું UAEમાં ઉદ્ધાટન કર્યું હતું
Live TV
-
ડૉ.એસ.જયશંકરએ ઇન્ડિયા ગ્લોબલ ફોરમ 2022નું UAEમાં ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને સંયુક્ત આરબ અમીરાત સહયોગ પરિવર્તન અંગે જ નહીં પરંતુ તેને સકારાત્મક રુપથી આકાર આપવા માંગે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારત સંયુક્ત અરબ અમીરાત સહયોગ વિશેષરુપથી મહત્વપૂર્ણ છે. બંન્ને દેશના સંબંધ ખૂબ જ જૂના છે અને વર્ષ 2016 પછી આ સંબંધ વધુ મજબૂત થયા હોવાનું પણ જણાવ્યું હતું.
મહત્વનું છે કે, આ 5 દિવસના કાર્યક્રમમાં ભારત સંયુક્ત આરબ અને વિશ્વરભરમાંથી મુખ્ય રાજકીય, વ્યાપારીક અને સાંસ્કૃતિક હસ્તીઓ એક મંચ પર છે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ વૈશ્વિક પ્રભાવ માટે બંન્ને દેશોના વ્યાવસાયીઓ અને ઉદ્યોગકારોને એક સાથે કામ કરવાનો અવસર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભારતની વૈશ્વિક આકાંક્ષાઓ અને પડકારપૂર્ણ વચ્ચે જી20ની અધ્યક્ષતા પર ચર્ચા કરવામાં આવશે.
