ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો મોટો ફટકો, અમેરિકાની કોર્ટે રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા
Live TV
-
ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરી 2021ના રોજ US કેપિટલ પર હુમલો કર્યો હતો.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની એક અદાલતે કેપિટલ હિંસા મામલે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય ઠેરવ્યા છે. અદાલતે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી સંવિધાનની 14મી સંશોધનની કલમ 3 મુજબ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. ડોનાલ્ડ ટ્રમ્પ કેપિટલ હિંસા મામલે પોતાની ભૂમિકાને કારણે આવતા વર્ષે ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે કોલોરાડોમાં મતદાનમાં સામેલ નહી થઇ શકે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર 14માં સંશોધનની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય ઠેરવવા માટે થઇ રહ્યો છે. કોલોરાડો પ્રાંતની હાઈકોર્ટે જિલ્લા અદાલતના નિર્ણયને નકારીને આ આદેશ આપ્યો હતો. જિલ્લા અદાલતે જણાવ્યું હતું કે, ટ્રમ્પે 6 જાયુઆરી 2021ના રોજ અમેરિકી સંસદ પર હુમલો કરવા માટે ભીડને ઉશ્કેરી હતી. સંવિધાનની ધારા રાષ્ટ્રપતિ પદને કવર કરતી હોવાથી ટ્રમ્પને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હિસ્સો લેવા માટે રોકી ના શકાય.
2021માં અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણમીમાં ટ્રમ્પની હાર પછી ટ્રમ્પના સમર્થકોએ 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકી સંસદ પર હુમલો કર્યો હતો. ટ્રમ્પના સમર્થકોએ સંસદ ભવનમાં જઈને હિંસા તથા તોડફોડ કરી હતી, આ હિંસામાં 5 લોકોના મોત થયા હતા.