નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં બ્લાસ્ટ, 90થી વધુ લોકોના મોત, 50થી વધુ ઘાયલ
Live TV
-
નાઈજીરિયાના જીગાવા રાજ્યમાં મોડી રાત્રે પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 90થી વધુ લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મઝિયા નગરમાં થયો હતો, જ્યાં ખાદીજા યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. બાદમાં ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જિગાવા પોલીસના પ્રવક્તા, શિઇસુ આદમે બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાં થયેલા વિસ્ફોટથી 94 લોકોના મોત થયા છે અને 50થી વધુ ઘાયલોને રિંગિમ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે.
મંગળવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે મજિયા ટાઉન ખાતે અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ ટ્રેન્કર લઈને ડ્રાઈવર કાનોથી નગુરુ, યોબે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર ટેન્કર પલટી જતાં વિસ્ફોટ થયો હતો. પોલીસ પ્રવક્તા આદમે એમ પણ કહ્યું કે, પોલીસ દ્વારા વારંવારની ચેતવણીઓ છતાં લોકો આવી ઘટનાઓ પછી અકસ્માત સ્થળે એકઠાં થતાં મોટી જાનહાનિ થઈ હતી. આ વખતે પણ એવું જ થયું. પેટ્રોલ ટેન્કર પલટાયા બાદ આગ ફેલાતાં લોકો વિસ્ફોટનો શિકાર બન્યા. બુધવારે સવારે 9 વાગ્યે પીડિતોના સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવશે.