નેપાળ વિમાન દુર્ધટનાના પગલે નેપાળ સરકારે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
Live TV
-
નેપાળ વિમાન દુર્ધટનાના પગલે નેપાળ સરકારે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. નેપાળના પોખરામાં શોધખોળ અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. નેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે યેતિ એરલાઇન્સનું ATR-72 પ્લેન ક્રેશ થયું હતું.જેમાં 68 મુસાફરો તેમજ ચાલકદળના 4 સભ્યો સહિત 72ના મોત થયા છે. જાણવા મળ્યાં મુજબ પ્લેન લેન્ડીંગ થતાં સમયે હવામા વિમાનમાં આગ લાગતા આ દુર્ધટના સર્જાઇ હતી.. હાલમાં એરપોર્ટ બંધ કર્યું છે.. દુર્ઘટના સ્થળેથી મળી આવેલા શબોની ઓળખની કામગીરી ચાલી રહી છે. ત્યાર બાદ પાર્થિવ શરીર સોપવા સંબંધી આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. નેપાળ સ્થિત ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ધટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી.
