નોર્વેની રાજધાની ઓસ્લોમાં નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું
Live TV
-
નોર્વેની રાજધાની ઓસ્લોમાં ગઈકાલે નોબેલ શાંતિ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાઓના પ્રતિનિધિઓએ નોર્વેના ઓસ્લો સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં જેલમાં બંધ બેલારુસના માનવાધિકાર એડવોકેટ એલેસ બીઆ-લિયાત્સકી, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેનના સેન્ટર ફોર સિવિલ લિબર્ટીના પ્રતિનિધિને પુરસ્કાર એનાયત કરાયા હતા. આ વર્ષે શાંતિના નોબલ પ્રાઇઝ માટે એક રશિયન માનવાધિકાર સંસ્થા મેમોરિયલ યુક્રેનનું સિવિલ લિબર્ટીઝ માટેનું કેન્દ્ર અને જેલમાં બંધ, બેલારુસના કાર્યકર એલેસ બીઆ-લિયાત્સકીની પસંદગી કરાઇ હતી.. આ ત્રણેયને સંયુક્ત રીતે શાંતિ નોબલ પ્રાઇઝ એનાયત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, જેલમાં બંધ કાર્યકર્તા એલેસ બિયાલિઆત્સ્કી, રશિયન સંસ્થા મેમોરિયલ અને યુક્રેનિયન સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ જૂથને ઓક્ટોબરમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.નોર્વેના ઓસ્લો ખાતે નતાલિયા પિંચુક, બિયાલિઆત્સ્કીની પત્ની, મેમોરિયલથી જામ રાચિન્સ્કી અને સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝના ઓલેકસાન્ડ્રા માટવીચુક હાજર રહ્યા હતાં. 900,000 ડોલરની વિજેતા રકમ શનિવારે સ્વિડિશ ઉદ્યોગપતિ એલ્ફર્ડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ પર આપવામાં આવી હતી. તેમણે 1895માં નોબેલ એવોર્ડની સ્થાપના કરી હતી.
