ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો
Live TV
-
ન્યૂઝીલેન્ડે તમાકું પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કર્યો. દેશમાં ભાવિ પેઢીના હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. દેશની સરકાર આવતા વર્ષથી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કાયદા અંતર્ગત 2008 પછી જન્મેલી કોઈપણ વ્યક્તિ દેશના સિગારેટ કે તમાકું ઉત્પાદનો ખરીદી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આરોગ્યમંત્રી ડૉ.આયેશા વેરાલે નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાયદો ધુમ્રપાન મુક્ત ભવિષ્ય તરફની પ્રગતિને વેગ આપશે. વર્ષ 2023ના અંત સુધીમાં તમાકુના વેંચાણ માટે લાયસન્સ ધરાવતા વેપારીઓની સંખ્યા 6000થી ઘટાડીને 600 સુધી કરવાનો લક્ષ્ય ન્યૂઝીલેન્ડ સરકારે નિર્ધારિત કર્યો છે.
