પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 મે એ જશે રશિયાના પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 મે એ જશે રશિયાના પ્રવાસે -રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન સાથે રાષ્ટ્રીય અને વિકાસલક્ષી મુદ્દાઓ પર કરશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 મે એ જશે રશિયાના પ્રવાસે રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદીમીર પુતિન સાથે રાષ્ટ્રીય અને વિકાસલક્ષી મુદ્દાઓ પર કરશે ચર્ચા સોચી શહેરમાં થનારી મોદી-પુતિન વચ્ચેની અનૌપચારિક મુલાકાતથી પરસ્પર સંબંધો વધુ ગાઢ બનશે તેમ જણાવે છે વિદેશ મંત્રાલયપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 મે ના રોજ રશિયાની યાત્રા પર જશે. તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરશે. પીએમ મોદી અને પુતિન વચ્ચે આ અનૌપચારિક બેઠક રશિયાના સોચી શહેરમાં યોજાશે. આ બેઠક દરમિયાન બંને નેતા રાષ્ટ્રીય અને વિકાસલક્ષી અગ્રણી મુદ્દાની ચર્ચા સાથે પરસ્પર સંબંધો મજબૂત બનાવવા તથા આંતરરાષ્ટ્રીય મહત્વના વિષયો પર વ્યાપક અને દીર્ઘકાલિન ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે સોચીમાં અનૌપચારિક બેઠક ભારત અને રશિયા વચ્ચે નિયમિત વિચાર-વિમર્શની પરંપરાને આગળ વધારવાના સંદર્ભમાં થઈ રહી છે