Skip to main content
Settings Settings for Dark

બાલ્ટીમોરમાં ધરાશાઇ પુલના પુનઃનિર્માણ માટે મેરીલૈંડ રાજ્યને અમેરિકી સરકારે 60 મિલિયન ડોલરની સહાય કરી

Live TV

X
  • બાલ્ટીમોરમાં થયેલા અકસ્માતે અમેરિકાની અર્થવ્યવસ્થાને અસર કરી છે. ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ 26 માર્ચની સવારે કન્ટેનર જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો હતો. જેના કારણે મેરીલેન્ડ પોર્ટ દ્વારા વેપાર થંભી ગયો છે. 

    અમેરીકાના બાલ્ટીમોર ખાતે બ્રિજ ધરાશાયી થયાની ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઇડને મેરીલેન્ડને આપાતકાલીન સહાયતાના રૂપે 60 મીલીયન ડોલર આપ્યા છે. મેરીલેન્ડના ગવર્નર દ્રારા જો બાઇડન સરકાર પાસે 60 મિલિયન ડોલરની સહાય માટેની માંગ કરી હતી. જેને અમેરીકી વહિવટી તંત્ર દ્વારા ગણતરીના સમયમાં મંજૂરી આપવામાં આવી. જેને પગલે મેરીલેન્ડ સરકારે બાઇડન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

    રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજના પુનઃનિર્માણ માટે ચૂકવણી કરવા માટે ફેડરલ સરકાર જવાબદાર હોવી જોઈએ. તે મારો હેતુ છે કે ફેડરલ સરકાર તે પુલના પુનઃનિર્માણ માટેના સમગ્ર ખર્ચ માટે ચૂકવણી કરશે, અને હું અપેક્ષા રાખું છું કે કોંગ્રેસ મારા પ્રયત્નોને સમર્થન આપે. આ પુલ 1970ના દાયકામાં લગભગ $60 મિલિયનમાં બાંધવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
apply